No products in the cart.
ન તું પડવું, ન તું પડવું તો યે એ પડી ગયો,
એક જણ બચારો પ્રેમ માં અંતે પડી ગયો,
ઇશ્ક નું કાનેતર બાંધી, સપનાં નો દોરો લઈ,
પવન વાયો પ્રેમનો ને આકાશે એ ચડી ગયો
માત્ર એ આંખોના ઈશારે ને સુંવાળે સથવારે
જમાના ના ઝંઝાવાત સામે એ લડી ગયો,
લાગતું તું ફિક્કું જીવન એને મળ્યા પહેલાં,
આવી એ પછી જીવવા નો અર્થ જડી ગયો
ને થવા ક્યાં દે છે બંને ને એક કદી ‘ મેહુલ ‘
જાલીમ દુનિયા નો શિરસ્તો એને નડી ગયો.
મેહુલ વૈષ્ણવ ( જુનાગઢ )