No products in the cart.
બિનજરૂરી વાત પર ધ્યાન આપ્યું એમાં શું થયું ,
આયખું એમાં જ આખું કાપ્યું એમાં શું થયું.
હાનિ પહોંચી છે ઘણી સન્માન જાળવવા સદા ,
માન તારું મેં કદી ના રાખ્યું એમાં શું થયું.
હા પરિશ્રમથી ઘણું સાબિત થતું જીવન મહીં ,
છો નસીબે બારણું ત્યાં વાંખ્યું એમાં શું થયું.
પીડતી મુજને નથી આ જિંદગી એવું નથી ,
બહાર આંસુ એક પણ ના આવ્યું એમાં શું થયું
ભક્ત છું શ્રી રામની શ્રદ્ધા છે ઈશ્વરમાં મને,
બોર શબરી જેમ મેં ના ચાખ્યું એમાં શું થયું.
છે સરળ વ્યક્તિત્વ મારું ખુબ ગમશે આપને ,
કોઈ નાની વાતમાં ના ફાવ્યું એમાં શું થયું.