No products in the cart.

તરબતર આંખોમાં સપનાં છે ઘણાં,
ભીની પલકોમાં છુપાયાં દર્દ છે ઘણાં.
શબ્દો વગરની આ વાત કેમ કહેવી?
હૃદય છે ભરેલું તોય ખાલીપો ઘણો.
કોણ સમજાવશે ભીનાશ વગર કેમ જીવવું?
છલકાય આંખો એનું કારણ ન સમજાતું.
શોધું છું કિનારો ઘણી આશા લઈને,
પણ ડુબાડે છે યાદોનું વમળ ઘણું.
આંખોના ખૂણે બાઝેલી ટીસે કહ્યું ,
છે તુજ જીવનમાં ખાલીપણું નશીબનું.
લાગણીઓના ભારથી છું તરબતર હું,
પણ વ્યક્ત કરવા નથી કોઈ જણ પોતાનું.
~દીપિકા ચાવડા ‘તાપસી’ ભાવનગર