No products in the cart.
-નિશ્વાર્થ પ્રેમ-
પ્રેમને ક્યાં બંધન હોય છે,ને જ્યાં ,
હોય તેની સાથે ક્યાં સંગમ હોય છે
મળી છે જીંદગી એકવાર જીવીલેને યાર ,
દર વખતે એમાં ક્યાં સ્પંદન હોય છે
સ્પર્શ કે પૈસો તો છે માનવ સંતુષ્ટિ નો માર્ગ છે,
બાકી નિશ્વાર્થ પ્રેમને ક્યાં કોઈ ગંઠણ હોય છે
બાંધે છે બધા સંબંધો એકબીજાને ,
બાકી મારા તારા જેવાને ક્યાં બંધન હોય છે
દુન્યવી લાગણીઓ જોડાયેલી છે બધાથી,
મર્યા પછી થોડા દિવસમાં સગામાંય ક્યાં કંપન હોય છે
મળ્યો છે નિશ્વાર્થ પ્રેમ તો કરીલે ,
બાકી સ્વાર્થ ક્યાં કુદરતનું સર્જન હોય છે.
Rinkal Sejpal (Ahmedabad)
3 thoughts on “-નિશ્વાર્થ પ્રેમ-”
Superb 🌹🌹👌👌
Amazing…
Very Touchy