No products in the cart.
સાવ નાની વાતમાં હસવું મને ફાવી ગયું,
લો સમયની સાથમાં રહેવું મને ફાવી ગયું.
યાતનાઓ આંસુઓ સાથે વહી શકતી નથી
એટલે તો એ વિના રડવું મને ફાવી ગયું.
મુજ જીવન તો બસ અછાંદસ જેમ જીવાતું હતું ,
તુજ મિલનથી છંદમાં જીવવું મને ફાવી ગયું.
ના અપેક્ષા કોઈની પણ વાહવાહીની કદી ,
બસ નિજાનંદી સફરમાં જીવવું ફાવી ગયું.
યાતનાઓ આયખાને ચીરતી આગળ વધે ,
લઇ કલમની સોઈથી સિવવું મને ફાવી ગયું.
➖➖➖➖➖➖➖
©પૂર્વી શુક્લ