વેદનાની કસક ફૂટી છે વેદનાઓને વાચા અધરની કુંપળમાં, એ સઘળી મૂક વાચાઓ કણસે છે કસકમાં. નથી એકલું કળતર થતું દેહની હવેલીમાં, થાય છે ચર્ચાઓ અમારી જાહેર જીવનમાં. કહી વાત સઘળી અમે જેટલી મોઘમમાં, રહી રહીને આખર ખુલ્લી કરી છે કવનમાં. બની મેઘ ઝંઝાવાતો ઝડી વરસાવે દિપીકા જીવનમાં, ખીલી ઊઠે છે કળી તોયે ભીતરનાં ઉપવનમાં. ઘણાં















