No products in the cart.
– કુદરતના ખોળે –
ફૂલોને ભીની માટી બોલાવે આપણને
મળીયે સાથે જઈને કુદરતના ખોળે
મળ્યો છે જન્મારો એકવાર તો
માણીયે પ્રકૃતિની મજા કુદરતના ખોળે
પાંદડું પણ નથી હલતું માણસની મરજીથી
તોય દોડ્યા કરેછે માનવી આંધળી દોટમાં
જન્મ અને મૃત્યુ બન્ને છે કુદરતી
તોય માણસ દોડે આધુનિક્તાની હોળે
કાલની ક્યાં કોઈને ખબર છે
અંતે તો જવાના કુદરતના ખોળે
Rinkal Sejpal (Ahmedabad)
5 thoughts on “– કુદરતના ખોળે –”
Nice poem and deep understanding…
Nice,, good thoughts
Very nice thought
હૃદય સ્પર્શી શબ્દોની સત્યતા……ખુબ સરસ રીંકલબેન
Very nice 👍