No products in the cart.
– ગમશે –
જીદ્દી તો હું બહુ જ છું પણ
તારી વાત માનવી ગમશે.
ગુસ્સો તો બહુ આવે છે પણ
તારા માટે શાંત રહેવું ય ગમશે.
મોડા સુધી સૂઈ રહું છું પણ
તારી યાદ માં જાગવું ય ગમશે.
મહત્વકાંક્ષાઓ તો બહું છે પણ
તારા માટે બધું છોડવું પડ્યું તોય ગમશે.
આમતો લોકો મનમોજી કહેછે મને પણ
તું કહે એમ કરવું ય ગમશે.
Rinkal Sejpal ( Ahmedabad)