No products in the cart.
પૈસો પૈસો પૈસો કેવો એનો ઠસ્સો,
હો તો લોકો પૂછે ચા કોફી શુ લેશો?
કામ કરાવવા પાવરધા ભાવતાલની ભીતિ
દેવા ટાણે આનાકાની જ્યારે કિંમત કેશો.
મારી નીતિ મારાં નિયમે ચાલિશ હું તો,
પૈસાને નેવે મૂકી વાત સંબંધની જો કેશો.
પૈસાને જયારે વચ્ચે લાવો ત્યારે તો
ક્યાંથી કોઈ કહેશે આવો ને બેસો.
ટૂંકા રસ્તે જેણે મેળવ્યો એ જગ્યાએ,
ક્યાં જાણી શક્યાં પરસેવાનો કિસ્સો.
વૃદ્ધાશ્રમો તો ઉભરાયાં કેમ નથી !
સંતાનો લેવા ચાહે છે મિલકતમાં હિસ્સો.
કાર્ય શરૂ ત્યારે બસ થાશે મારાથી
પૈસાને જો મુજને એડવાંસમાં દેશો.
➖➖➖➖➖➖➖➖
-પૂર્વી શુક્લ, અમદાવાદ