આપ્યું એને બધું છતાં રોજ તું કરગરતો રહ્યો, તરસ આ તારી કેવી કે કાયમ તું તરસતો રહ્યો, ભીંજાયો નહીં તું જરાય એ તારી કમનસીબી સમજ, બાકી તો એ કાયમ તારી પર અનરાધાર વરસતો રહ્યો, હતું બધું જ આમ તો તારી પાસે છતાં, દોસ્તને મળી બે ચાર ખુશી તો ઊંઘ માં પણ કણસતો રહ્યો, માંગ્યું એ
ચાલને, બેસીએ ચાલને,સાથે જઇને બેસીએ, વીત્યાં જ્યાં વર્ષો ત્યાં જઇને બેસીએ. બે ઝાંખી પાંપણના પલકારા, મનથી ખોલીને એને વાંચીએ ચાલને,સાથે જઈને બેસીએ. ઉંમર ઢળતી થઇતો શું થયું? તાજી લાગણીઓને ભેગા થઈ વાંચીએ ચાલને,સાથે જઈને બેસીએ. ઘર નાનાં થયાં તો શું થયું? લાગણીઓને ઓટલે જઈ મળીયે, ચાલને ,સાથે જઈને બેસીએ. માત્ર ઊર્મિઓજ રહીછે હવે, યાદોના કિનારે
– જાદુઈ પળો – નજીક આવીને ભાગી જાય છે મને છંછેડીને નાસી જાય છે કરે છે વાતો એ સાથે રમવાની ને પાછી મિત્રો સાથે દોડી જાય છે હું બોલું તો રિસાઈ જાયને પોતે જ ખીજાય જાય છે નાનકડા એના હોઠનું સ્મિત મને ખુશીમાં પણ રડાવી જાય છે કહેછે દીકરી તુલસીનો ક્યારો પણ મારો તો છે
ગઝલ. , એવું નથી. ➖➖➖➖➖➖ જો તું નથી તો કંઈ નથી એવું નથી , આગળ હવે મારે કશું કહેવું નથી. જીવન સકલ માગું નહીં ક્યારેય પણ , તુજ સ્મિતની સાથે કશું લેવું નથી . સંકટ જીવનમાં હર ઘડી આવ્યાં કરે તારાં વિરહમાં રાત’દી રડવું નથી . તુલના કદી ના થઇ શકે એની અહીં મિત્રો મળે
છોડી દેવું ————— કોઈને એકાદ બે વાર સમજાવવું, કહીએ પણ ન સમજે તો, ફરી ફરી સમજાવવાનું … છોડી દેવું. છોકરાઓ મોટા થઈ, પોતાના નિર્ણય લેતા થાય, તો એમની પાછળ પડવાનું… છોડી દેવું આપણાં હાથમાં કાંઈ નથી, એ અનુભવે સમજાય છે, ભાવિ પ્રભુને સોંપી ચિંતા કરી વિચારવુ… છોડી દેવું ઈચ્છાઓ અને ક્ષમતા વચ્ચે વધુ અંતર થવા
બિનજરૂરી વાત પર ધ્યાન આપ્યું એમાં શું થયું , આયખું એમાં જ આખું કાપ્યું એમાં શું થયું. હાનિ પહોંચી છે ઘણી સન્માન જાળવવા સદા , માન તારું મેં કદી ના રાખ્યું એમાં શું થયું. હા પરિશ્રમથી ઘણું સાબિત થતું જીવન મહીં , છો નસીબે બારણું ત્યાં વાંખ્યું એમાં શું થયું. પીડતી મુજને નથી આ જિંદગી
વેદનાની કસક ફૂટી છે વેદનાઓને વાચા અધરની કુંપળમાં, એ સઘળી મૂક વાચાઓ કણસે છે કસકમાં. નથી એકલું કળતર થતું દેહની હવેલીમાં, થાય છે ચર્ચાઓ અમારી જાહેર જીવનમાં. કહી વાત સઘળી અમે જેટલી મોઘમમાં, રહી રહીને આખર ખુલ્લી કરી છે કવનમાં. બની મેઘ ઝંઝાવાતો ઝડી વરસાવે દિપીકા જીવનમાં, ખીલી ઊઠે છે કળી તોયે ભીતરનાં ઉપવનમાં. ઘણાં
આદત બહુ દૂર નહીં બસ સામે જ હતો એક મોત હતું અને એક તું હતો ક્યાં જાઉં એની અસમંજસ હતી કોને ખબર મારી દુનિયા બસ તારામાંજ હતી મારી દુનિયાતો બહુ સોહામણી હતી પણ મારા હાથની રેખા બહુ અધૂરી હતી જેવી ધારી હતી એવી ન વીતી આ જિંદગી પણ હવે શું? ઉપરવાળાએ ટપાલ મોકલી હતી ઓગળે
બે માણસો એ હૃદયથી એકબીજાને ચાહવાનું શરૂ કરવું એટલે પરસ્પર દિલથી એકબીજાનાં દિલમાં હળવું ભળવું અને એક સહિયારી સમજથી પરસ્પર એક બીજામાં વિશ્વાસનું કેળવવું .હવે જ્યારે આ ભાવનામાં થોડી ઘણી ઉણપ આવે અને ઝંખનાનો વધારો થાય છે ત્યારે શંકાનો જન્મ થાય છે. જ્યારે શંકાના બીજ રોપાય છે ત્યારે સ્પષ્ટ દીવા જેવી વસ્તુઓ પણ ઝાંખી દેખાય
- 1
- 2