No products in the cart.
ગઝલ. , એવું નથી.
➖➖➖➖➖➖
જો તું નથી તો કંઈ નથી એવું નથી ,
આગળ હવે મારે કશું કહેવું નથી.
જીવન સકલ માગું નહીં ક્યારેય પણ ,
તુજ સ્મિતની સાથે કશું લેવું નથી .
સંકટ જીવનમાં હર ઘડી આવ્યાં કરે
તારાં વિરહમાં રાત’દી રડવું નથી .
તુલના કદી ના થઇ શકે એની અહીં
મિત્રો મળે તો સુખ એનાં જેવું નથી
મિત્રો મળ્યાં છે લાખ જીવનમાં મને
તારાં સમું એમાં કોઈ પ્યારું નથી.
➖➖➖➖➖➖➖➖➖
✍પૂર્વી શુકલ, અમદાવાદ