No products in the cart.
ગઝલ
➖➖➖➖➖➖➖
સહુ પ્રથમ તો ખુદને માન આપો તમે,
અન્ય પર એ બાદ ધ્યાન આપો તમે.
જે તને સીડી ગણી ચડતાં રહ્યાં,
એને જીતનું સાચું ભાન આપો તમે.
અન્યને જો હાજરી ખટકે કદી,
દૂર રહી વિરહનું દાન આપો તમે.
જે કદર સાચી કરે એને સદા,
મિત્રતામાં ઉચ્ચ સ્થાન આપો તમે.
શાંતિ મનની જે સતત હણતા રહે,
“ચાલતી પકડો “નું જ્ઞાન આપો તમે.
➖➖➖➖➖➖➖
-પૂર્વી શુક્લ










