No products in the cart.
➖➖➖➖➖➖➖
ક્યાંક જીવનમાં ભલે નિંદાય છે મિત્રો મારાં,
તે છતાં હા પાંચમાં પૂછાય છે મિત્રો મારાં.
એ દશા દિશા સુધારે હરવખત મારી હવે
ભૂલ મારાંથી થતાં ખિજાય છે મિત્રો મારાં.
બાળપણમાં ખૂબ ઝઘડ્યા મિત્રતા તો પણ ટકી,
આજ નાની વાતથી રિસાય છે મિત્રો મારાં.
મારાં સુખમાં દૂર રહીને હર્ષ પામે છે સદા,
પણ દુઃખી જોઈ તરત ખેંચાય છે મિત્રો મારાં.
જિંદગીમાં તો નવા મિત્રો સદા બનતાં રહે,
બાળપણનાં ના છતાં ભુલાય છે મિત્રો મારાં.
➖➖➖➖
🖊️પૂર્વી શુકલ















