No products in the cart.

➖➖➖➖➖➖➖➖
પીડાને જીવડું માનીને ખંખેરવી,
શાને રોજે રોજ એને પંપાળવી ;
સૂરજ જો ઉગે તો આથમીય જાય,
એમ પીડાઓ જીવનમાં આવે ને જાય ;
મોઢે આછેરું સ્મિત રાખી એને ટાળવી.
પીડાને…..
રોદણાં રોવાની જેને આદત હો ખોટી,
એને નાની શી પીડા પણ લાગે મોટી ;
એને સિક્કાની બાજુ ગણી ઉછાળવી.
પીડાને….
છે બંધિયાર કૂવા સમ સઘળી પીડા,
મોજમાં રહેવાનું ગમતી કરવાની ક્રિડા;
જિંદગીને વહેતી નદીની જેમ માણવી.
પીડાને……
ખંખેરો ના જો એને તો કરડે કનડશે,
નિજ આતમ ખોટી વાતે ભટકશે;
જિંદગીને હરઘડી નિજાનંદમાં વાળવી.
પીડાને…..
➖➖➖➖➖➖
🖊પૂર્વી શુકલ