No products in the cart.
નીકળે
➖➖➖➖➖➖➖➖
મૌન હોઠે જો ધરેલું નીકળે,
આંખમાં આંસુ પડેલું નીકળે.
મોજ ફોરમની જ બસ માણ્યા કરો,
ફૂલ એમાં પણ મરેલું નીકળે.
રાહ જેની જિંદગીભર જોઇ હો,
અન્યને એ પણ વરેલું નીકળે.
દિલનો દસ્તાવેજ ઉપયોગી રહે,
વાયદાથી કો ફરેલું નીકળે.
વાહવાહી જે કરો શબ્દો ઉપર,
દુઃખ મુજ એમાં લખેલું નીકળે.
ના કદી બોલે વ્યથા તો શું થયું!
કે કલમથી દિલ ભરેલું નીકળે.
➖➖➖➖➖➖➖➖
પૂર્વી શુક્લ