બાળ માનસ
બાળમાનસ આં તો સાવ સહજ અને સરળ,તેમ છતાં અત્યારના સમયમાં સૌથી અઘરું કામ પેરેંન્ટિંગ નું થતું જાય છે.બધા માં બાપને વધતી જતી સગવડો સાથે પણ અત્યારના બાળકોને સાચવવામાં ખૂબ અગવડ પડે છે. બાળમાનસ ને સમજવા જો બાળ મનોવૈજ્ઞાનિકનો સહારો લેવામાં આવેતો ખૂબ મદદરૂપ થાય છે, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે.
બાળમાનસ માં ઘણું બધું ચાલતું હોય છે અને તે તેના વર્તન રૂપે આપણને જોવા મળે છે. આ વર્તન મુખ્યત્વે વારસા અને ઉછેર સમયના વાતાવરણ પર જ આધારિત હોય છે. બાળમાનસ ના યોગ્ય વિકાસ માટે માતા પિતાની ભૂમિકા ખૂબ અગત્યની છે.બાળક નું સર્જન આમતો કુદરતની દેન ગણી શકાય,પરંતુ તેના દુન્યવી અવતરણ થી લઈને વિકાસગાથા સુધી બધે જ માતા પિતા નો રોલ અનન્ય હોય છે.
સાથે સાથે સ્વસ્થ્ય બાળમાનસ માટે તેને પર્યાપ્ત પોષણ પણ મહત્વ નું છે. આ ઉપરાંત બાળકને મળતી પ્રેરણા પણ શક્તિનું પ્રેરક સ્ત્રોત ગણી શકાય. એટલે જ જો બાળક ના માનસ ને સમજી લઈએ તો તેના ઉજ્જવળ ભવિષ્યની સુંદર સર્જન થઈ શકે.
Rinkal Sejpal (Ahmedabad)
4 thoughts on “બાળ માનસ”
very difficult to understand the children nature and even more difficult handle them effectively.
very good point, thanks for sharing.
Thank you for your review
Nice
Nice👌