No products in the cart.
➖➖➖➖➖➖➖
ફોનને કેવાં ચલાવે ટેરવાં,
કાર્ય જીવનના કરાવે ટેરવાં.
સ્માર્ટ ફોન ના હોય હાજર ત્યાં પછી,
પેનથી ગઝલો લખાવે ટેરવાં.
જો બજારે જઈ શકે ના માનવી,
એક ક્લિક પર વસ્તુ લાવે ટેરવાં.
માંદગીમાં કે પછી ઘડપણ મહીં,
સાથ ત્યાં જબરો નિભાવે ટેરવાં.
પેન, પિંછી, સાધનો સંગીતના,
વ્યર્થ સઘળું જો ન ચાલે ટેરવાં.
➖➖➖➖➖➖➖
🖊પૂર્વી શુક્લ















