No products in the cart.

➖➖➖➖➖➖➖
મારાં કહ્યાં પર તેં કરી એ ધારણાનું શું કહું ?
થઇ ના શક્યા જે શબ્દના એ પારણાનું શું કહું ?
સ્હેલું રહે છુટા પડી જાવું પરસ્પરથી સદા,
પજવી રહ્યા તારાં મને સંભારણાનું શું કહું?
જે સાંભળ્યું તેં એ બધું પળવારમાં માની લીધું,
એની ઉપર તારી નથી વિચારણાનું શું કહું.?
જીવન સફરમાં આપણે સાથે સતત રહેશું સદા,
લોકો છતાં ના લઇ શક્યા ઓવરણાનું શું કહું?
માંગી લીધી માફી કરેલી ભૂલની ઓછી પડી ?,
ઉપરથી મારામાં કર્યા સુધારણાનું શું કહું?
➖➖➖➖➖
🖊પૂર્વી શુક્લ