
નીકળે ➖➖➖➖➖➖➖➖ મૌન હોઠે જો ધરેલું નીકળે, આંખમાં આંસુ પડેલું નીકળે. મોજ ફોરમની જ બસ માણ્યા કરો, ફૂલ એમાં પણ મરેલું નીકળે. રાહ જેની જિંદગીભર જોઇ હો, અન્યને એ પણ વરેલું નીકળે. દિલનો દસ્તાવેજ ઉપયોગી રહે, વાયદાથી કો ફરેલું નીકળે. વાહવાહી જે કરો શબ્દો ઉપર, દુઃખ મુજ એમાં લખેલું નીકળે. ના કદી બોલે વ્યથા તો