આંખો ભીની ને હૈયું ભારે, કોને કહું આ દુઃખની વાત? સૌ પોતાની દુનિયામાં મશગૂલ, કોણ સાંભળે મારી વાત? શબ્દો વગરની આ ચીસને, કોણ સમજશે મારા મનની? ભીતરનો આ ઘૂઘવાટ, કોણ સાંભળશે આ ઘડીની? થાકી ગઈ છું આ મૌનથી, કોઈ તો પૂછો કેમ છો તમે? આ ભાર દિલનો ઓછો થાય, જો કોઈ સાંભળે મને સમે. સ્વપ્નો



















