કરી શકો તો કરી બતાવો, ને કોરી આંખે રડી બતાવો. ગણિત તમારું જો હોય પાકું, વહ્યાં જે આંસુ ગણી બતાવો. કર્યા વિના બસ હા-જી બધામાં, વિરુદ્ધ વ્હેણે તરી બતાવો. દશા અમારી સમજવા માટે, ડુમા ને ડુસકાં ગળી બતાવો. બહાદુરીની પરીક્ષા કરવા, લ્યો, ખુદની સાથે લડી બતાવો. મઝા મળીતી જે સ્વપ્ન જોઈ, પ્રભુ એ સપનું ફરી
























