Subtotal: ₹550.00

આપ્યું એને બધું છતાં
રોજ તું કરગરતો રહ્યો,
તરસ આ તારી કેવી કે
કાયમ તું તરસતો રહ્યો,
ભીંજાયો નહીં તું જરાય
એ તારી કમનસીબી સમજ,
બાકી તો એ કાયમ તારી પર
અનરાધાર વરસતો રહ્યો,
હતું બધું જ આમ તો
તારી પાસે છતાં,
દોસ્તને મળી બે ચાર ખુશી તો
ઊંઘ માં પણ કણસતો રહ્યો,
માંગ્યું એ મળ્યું ની ખુશી
તને ક્યાં હતી,
નથી જે મળ્યું એની
લ્હાય માં તું ટળવળતો રહ્યો,
દેખાય છે ઉપર એ જ રાખ હતી
બાકી નીચે તો ધગતો અંગાર,
એટલે જ તો ચિતા માં પણ
‘મેહુલ’ ભડભડતો રહ્યો….
મેહુલ વૈષ્ણવ – જુનાગઢ.