
આંખો ભીની ને હૈયું ભારે, કોને કહું આ દુઃખની વાત?
સૌ પોતાની દુનિયામાં મશગૂલ, કોણ સાંભળે મારી વાત?
શબ્દો વગરની આ ચીસને, કોણ સમજશે મારા મનની?
ભીતરનો આ ઘૂઘવાટ, કોણ સાંભળશે આ ઘડીની?
થાકી ગઈ છું આ મૌનથી, કોઈ તો પૂછો કેમ છો તમે?
આ ભાર દિલનો ઓછો થાય, જો કોઈ સાંભળે મને સમે.
સ્વપ્નો તૂટ્યા કાચની જેમ, વેરાયા છે ચારેકોર,
સમયના વહેણમાં હું એકલી, નથી કોઈ મારું જોર.
શોધું છું એક સહારો હું, જે પકડે મારો હાથ,
આ અંધારા રસ્તામાં બને, મારો હૂંફાળો સાથ.
ક્યારેક લાગે બધું વ્યર્થ છે, આ જીવનની દોડાદોડ,
પણ એક આશાનું કિરણ ઝાંખું, હજુ છોડતું નથી આ છોડ.
કદાચ કોઈ ખૂણે રાહ જુએ છે, એક હૃદય જે મને સમજે,
મારી આ મૂંગી વેદનાને, પોતાની પીડા જાણે ગણે.
ત્યાં સુધી આ મૌન મારો સાથી, ને આંસુ મારી ભાષા,
હૈયાની આ વાત કહેવા માટે, ઝંખું છું એક સાચા સાથની આશા.
દીપિકા ચાવડા ‘તાપસી’ ભાવનગર