Subtotal: ₹1,650.00
ચાલને, બેસીએ
ચાલને,સાથે જઇને બેસીએ,
વીત્યાં જ્યાં વર્ષો ત્યાં જઇને બેસીએ.
બે ઝાંખી પાંપણના પલકારા,
મનથી ખોલીને એને વાંચીએ
ચાલને,સાથે જઈને બેસીએ.
ઉંમર ઢળતી થઇતો શું થયું?
તાજી લાગણીઓને ભેગા થઈ વાંચીએ
ચાલને,સાથે જઈને બેસીએ.
ઘર નાનાં થયાં તો શું થયું?
લાગણીઓને ઓટલે જઈ મળીયે,
ચાલને ,સાથે જઈને બેસીએ.
માત્ર ઊર્મિઓજ રહીછે હવે,
યાદોના કિનારે જઈ મળીયે
ચાલને, સાથે જઈને બેસીએ.
R.P.Sejpal(Ahmedabad)
















2 thoughts on “ચાલને, બેસીએ…”
Very nice poem
Very nice words