No products in the cart.

➖➖➖➖➖
આવ બદલે આવજો કહેવાનું મન થયું
એમ સામી ધારામાં તરવાનું મન થયુ.
જયાં જરૂરત ના હતી ત્યાં પણ હું બોલી ગઈ,
ત્યાં અમી છોડીને વિષ પીવાનું મન થયું.
જયાં ન જળવાયું કદી પણ માન ત્યાંથી હા,
એક ક્ષણ અટક્યા વિના હટવાનું મન થયું.
વા ફરે વાદળ ફરે જાણીતું એ સદા,
એ રીતે બસ વાતથી ફરવાનું મન થયું.
ભાગ્યમાં મારાં લખેલું વાંચી ના શકું,
કુંડળીમાં ભાગ્યને જોવાનું મન થયું.
➖➖➖➖➖
🖊પૂર્વી શુક્લ