No products in the cart.
Top picks this week. Up to 50% off the best selling products.
આદત
બહુ દૂર નહીં બસ સામે જ હતો
એક મોત હતું અને એક તું હતો
ક્યાં જાઉં એની અસમંજસ હતી
કોને ખબર મારી દુનિયા બસ તારામાંજ હતી
મારી દુનિયાતો બહુ સોહામણી હતી
પણ મારા હાથની રેખા બહુ અધૂરી હતી
જેવી ધારી હતી એવી ન વીતી આ જિંદગી
પણ હવે શું? ઉપરવાળાએ ટપાલ મોકલી હતી
ઓગળે છે મીણ સપનાનું હું જાણતી હતી
જીવનરૂપી જ્યોત હવે બુઝાવાની હતી
કોઈ વ્યસન ન હોવા છતાં હું વ્યસની હતી
ના રાધાની ના મીરાંની ભક્તિ
પણ મને તો તારી આદત હતી
દીપિકા ચાવડા ‘‘તાપસી‘ ભાવનગર