વર્ષ દરમ્યાન ઉજવાતા વિવિધ તહેવાર આપણા જીવનમાં સતત નાવિન્ય લાવ્યા કરે છે.અલગ – અલગ તહેવારોનું અલગ – અલગ મહત્વ હોય છે.આ તહેવાર 25 ડિસેમ્બરના દિવસે ભગવાન ઇસુનો જન્મ થયો હતો અને તે સમયે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો,આથી ખ્રિસ્તી લોકો નાતલથી ક્રિસમસ 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધિવોટના ધર અને ઘરની નજીક આંગણામાં સ્ટાર લટકાવે છે.
વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે.આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિન ના સ્મરણાર્થે કરવામાં આવે છે.નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી માટે એક માન્યતા એવી છે કે ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દુરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર નવ માસ બાદ આ તારીખ એટલે કે 25 ડિસેમ્બરે આવે છે.