No products in the cart.
વેદનાની કસક
ફૂટી છે વેદનાઓને વાચા અધરની કુંપળમાં,
એ સઘળી મૂક વાચાઓ કણસે છે કસકમાં.
નથી એકલું કળતર થતું દેહની હવેલીમાં,
થાય છે ચર્ચાઓ અમારી જાહેર જીવનમાં.
કહી વાત સઘળી અમે જેટલી મોઘમમાં,
રહી રહીને આખર ખુલ્લી કરી છે કવનમાં.
બની મેઘ ઝંઝાવાતો ઝડી વરસાવે દિપીકા જીવનમાં,
ખીલી ઊઠે છે કળી તોયે ભીતરનાં ઉપવનમાં.
ઘણાં કંપનો વેઠ્યા આયખાના નાજુક ભવનમાં,
છતાંયે લીલીછમ્મ વેલડી મ્હોરી છે જીવન રૂપી વનમાં.
ચંદ્રની કળાઓ વધઘટ થાય છે કાળની તિથિમાં,
ચડાવી છે આ જિંદગીને સમય કેરી સરાણમાં.
નથી ઝુકાવી આ ગરદન કયારેય કોઈની શેહ શરમમાં,
નમાવ્યું છે આ શિશ ઉન્નત ફકત પ્રભુનાં ચરણમાં.
વાયરાઓ ચોફેરથી વરસી રહ્યાં છે નિરંતર જીવનમાં,
છતાં દીપ ઝળહળી ઊઠે સદૈવ તાપસીની કુટિરમાં.
દીપિકા ચાવડા “તાપસી”
2 thoughts on “ગુજરાત છાયા સાહિત્ય કોલમ”
Very Good
સરસ👌👌